જૂનાગઢ નજીકના સાબલપુર પાસે મહાકાળી મંદિરની બાજુની શેરીમાં રહેતા યુનુસભાઈ ખેભર નામના આધેડ રિક્ષામાં તેની સાથે મજુરના બહેનને મુકવા જતા હતા ત્યારે ધોરાજી રોડ પર નવા બાયપાસ પાસે રીક્ષા ચાલકે સ્પીડમાં રીક્ષા ચલાવતા અને રોદો તારવવા જતા રિક્ષા પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુનુસભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું