વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અને ઓળખીતા લોકો પાસેથી ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ વાહનો ગીરો પર લઈ બારોબાર વેચી મારી છેતરપિંડી કરતા શખ્સની ક્રાઈમ બ્રાન્ચે કોસંબા થી ધરપકડ કરી છે.30 કિલોમીટર સુધી ક્રાઈમ બ્રાન્ચે પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.જ્યાં આરોપી ચાર ગુન્હામાં વોન્ટેડ હતો.આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 12 જેટલા અગાઉ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જે ગુન્હામાં અગાઉ તેની ધરપકડ થઈ ચૂકી છે.વધુ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.