ભરૂચ જિલ્લામાં છુપાયેલી અસાધારણ પ્રતિભાઓને બહાર લાવવા અને સન્માનિત કરવાના ઉમદા હેતુ સાથે આઈ ઇવેન્ટ દ્વારા BIBA 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને પોતાની આગવી પ્રતિભાથી સમાજને પ્રેરણા આપનાર વ્યક્તિઓનું સન્માન કરીને તેમનું મનોબળ વધારવાનો હતો.