ગઢડા શહેરમાં ગણપતિ મહોત્સવની નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ગઢડા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ રેલ્વે ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ, વેપારી એસોસિએશન ગઢડા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા બાંભણિયા બ્લડ બેન્કના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે જોડાયા હતા.