ચોટીલા વિસરાતા વારસાના જતન અને સંવર્ધનના હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના મેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓએ કરાવ્યો હતો. ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક સ્પર્ધાઓ નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ મેળાનું મુખ્ય આકર્ષણ બની હતી.