સમગ્ર ગાંધીનગર શહેરમાં ગજાનંદ ગણપતિનું વાજતે ગાજતે આગમન થઈ ચૂક્યું છે. સૌ કોઈ વિઘ્નહર્તાની ભક્તિમાં લીન થઈ ગયા છે તેમાં ન્યુ વાવોલ વિસ્તારની શિવમ રેસીડેન્સી સોસાયટી ખાતે પણ દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સોસાયટીના વસાહતીઓએ હર્ષભેર મંગલમૂર્તિને આવકારી હેતે ઓવારણાં લીધા હતા. ગણપતિ દાદાની ખરીદી માટે વહેલી સવારથી સેકટર 21 શાક માર્કેટમાં ભીડ જોવા મળી હતી.