જસદણ તાલુકાના કડુકા ગામે આખલાના ઢીકથી વૃદ્ધ મહિલાનું મોત જસદણ તાલુકાના કડુકા ગામેનો બનાવ સામે આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં રહેતા 60 વર્ષીય તેજુબેન રવજીભાઈ કારેલીયા પોતાની જ વાડીમાં કામકાજ કરી રહ્યા હતા. આ દરમ્યાન આખલાને સરાવતા સમયે આખલાએ તેજુબેનને ઢીક મારી હતી. ઘટનામાં ગંભીર ઈજા થતા તેજુબેનનું મોત નિપજ્યું હતું. મૃતદેહને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.