પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે રીજિયોનલ કમિશનર ગાંધીનગરને રજૂઆત કરી છે. કોર્પોરેટરનો આરોપ છે કે ચીફ ઓફિસર તેમના ફોન કૉલ્સ રિસીવ કરતા નથી.ભાટિયાએ રજૂઆતમાં જણાવ્યું કે આ વર્તન માત્ર એક-બે વખતનું નથી, પરંતુ સતત ચાલી રહ્યું છે. તેમણે નગરજનોની સમસ્યાઓ માટે કરેલા આવેદનોના પ્રત્યુત્તર પણ મળતા નથી. તેમના મતે, એક સરકારી કર્મચારી તરીકે ચીફ ઓફિસરનું આવું વર્તન કાયદેસર રીતે ખોટું છે.