અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી જિલ્લા દ્વારા વાંસદા નગર કારોબારીની ઘોષણાકરવામાં આવી હતી. આ પ્રસંગે વિભાગ સંયોજક હર્ષભાઈ આહિર, નવસારી જિલ્લા સંયોજક સુજલભાઈ માલવિયા તેમજ પ્રદેશ જનજાતિ છાત્ર સંયોજક મનનભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવા પદાધિકારીઓની નિમણૂક સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.