નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13, ઘોડાના તબેલા પાસે રામજી ખત્રીના દશેરા ટેકરી વિસ્તારમાં વર્ષોથી વરસાદી ગટર લાઈનની સમસ્યા યથાવત છે. સ્થાનિક રહેવાસીઓએ અનેક વાર નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકાને રજૂઆતો કરી હોવા છતાં કાયમી નિરાકરણ આવ્યું નથી. થોડા થોડા દિવસોમાં ગટરનું ગંદુ પાણી મેઇન રોડ પર વહેતા હોવાથી આવતા જતા લોકો અને આજુબાજુના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઇ તેઓ મહાપાલિકા એ રજુઆત કરવા પહોંચ્યા.