વડોદરા : શહેરની ખાનગી શાળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી.જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદ,જી.પંચાયતના પ્રમુખ,જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવેલી સુંદર કામગીરી તેમજ સુંદર અભ્યાસની પ્રશંસા હેઠળ વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અપાયો હતો.