પાટણ પોલીસની ખાનગી રાહે બાતમી મળી હતી કે મૌલિક નાઈ નામનો ઈસમ પાટણના નવા બસ સ્ટેશન નજીક ચોરીના કાળા કલરના પેશન પ્રો બાઈક સાથે આવતો હોય અને તેની પાસે ચોરીનું બાઈક હોય બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતા આરોપીએ આ બાઈક ચોરી કર્યું હોવાનું કબૂલ્યુ હતું. પોલીસે આરોપીને પકડી તેની સામે બે ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.