શામળાજી–મોડાસા સ્ટેટ હાઈવે પર હાલ રસ્તામાં મોટા–મોટા ખાડા સર્જાયા છે.જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ખાસ કરીને અંબાજી જતા પદયાત્રીઓને પણ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે.ભારે ટ્રાફિક વાળા આ હાઈવે પર ખાડારાજને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે.સ્થાનિકોએ જણાવ્યું કે, રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે બે-ચાર અકસ્માતો થઇ ચુક્યા છે. પદયાત્રીઓ ઉપરાંત બાઈક ચાલકો અને ચારચક્રી વાહનચાલકોને પણ આ ખાડાઓમાંથી પસાર થવું દૂષ્કર બની ગયું છે.