સાયલા તાલુકાના ખીટલા ગામે રહેતા મનસુખભાઈ ધમાભાઈ દુમાદિયા ના દીકરા રમણીકભાઈના લગ્ન ધજાળા ગામના ટીગાભાઈ સરવૈયા ની દીકરી કાજલબેન સાથે બે વર્ષ પહેલા થયા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાજલબેન રિસામણે હતાઆ બાબતે મનસુખભાઈએ વેવાણ ગીતાબેન ને ફોન કરીને કાજલને સમજાવવાની વાત કરતા ગીતાબેને તેમના સંબંધી અને ખીટલા ગામે રહેતા અને પાઉભાજીની દુકાનવાળા મુકેશભાઈ મશરૂભાઈ સરવૈયાએ તમે પરિવારજનો કાજલને પરેશાન કરો છો તેથી મોકલવામાં નહીં આવે તેવું ફોન માં જણાવ્યું હતું