આગામી ગણેશ ઉત્સવને લઈ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિર ખાતે રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળા એ જણાવ્યું કે,શહેરમાં 21 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે.પાલિકા,ગણેશ ઉત્સવ સમિતિ અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરવામાં આવ્યું છે.આ વખતે ઓપરેશન સિંદુર હેઠળ પ્રતિયોગિતા નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં અદ્ભુત શણગાર સહિત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.