સાણંદમાં નશાખોરી વિરુદ્ધ લોક જાગૃતિ:વિવિધ સંગઠનોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન, નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધની માંગ સાણંદ તાલુકામાં નશાકારક પદાર્થોના વધતા જતા વેચાણ અને સેવનને લઈને સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વીરોચનનગર અને ક્લાણા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ વિવિધ સામાજિક સંગઠનો સાથે મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે.