પાટણના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઇકાલે સામે આવી હતી. જેમાં છ યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, અંધારૂ થઇ જતાં રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી હતી. વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ ત્રણ લાશ મળી આવી છે, હજુ ગુમ એક યુવકોની શોધખોળ કરાઇ રહી છે.