અંજાર તાલુકાના દેવળીયા ગામે લગભગ સાડા ચાર સો વર્ષ જૂના શ્રી લોટેશ્વર મહાદેવ મંદિરના આઠમાં પાટોત્સવ નિમિતે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે વૃક્ષા રોપણ, સાંજે મહા આરતી, મહા પ્રસાદ અને રાત્રે ધર્મસભા તથા સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં એકાવન જોડલાઓ દ્વારા પાર્થિવ લિંગનું પૂજન કરવામાં આવ્યું હતું.સવારના 11 કલાકે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં 1500 રોપાઓનું વાવેતર કરાયું હતું