જૂનાગઢની ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં મનોરંજન યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિજીના પંડાલમાં ગણેશ ચતુર્થી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કોલેજના આચાર્ય ડો.બલરામ ચાવડા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીનીઓએ વૈદિક મંત્રોચાર સાથે આરતી કરી ગણપતિજી દાદા ને લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ જય સંસ્કૃતિ કે ગીતો પર રાસ રજૂ કર્યા હતા.