રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારોની શિક્ષણ ફી પેટે 13,500 ના સહાયની જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ અલગ અલગ બેરોજગાર રત્ન કલાકારો દ્વારા પુરાવા સાથે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જે ફોર્મ સબંધિત વિભાગને જમા પણ કરાવી દેવાયા છે.પરંતુ હજી શિક્ષણ ફી સહાય પેટે જાહેર કરવામાં આવેલી 13,500 ની રકમ શાળાઓને પ્રાપ્ત થઈ શકી નથી.જેના કારણે વાલીઓ પર શાળા સંચાલકો દ્વારા ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.જે રજુવાત સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી છે.