સાયલાની સીમ જમીનમાં ગેરકાયદે કાર્બોસેલનો ખોદકામ ચાલતું હોય છે. સાયલા મામલતદાર આર.એમ. ચૌધરી, નાયબ મામલતદાર વિરલભાઈ શુક્લ, સર્કલ ધર્મેન્દ્રસિંહ પરમાર, રેવન્યુ તલાટી વિજયભાઈ જોગરાજીયા સહિતના કર્મચારીઓએ ઈશ્વરીયાની સીમ જમીનમાં ગેરકાયદે કોલસાનું ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે તપાસ હાથ ધરી હતી અને સ્થળ ઉપર બે ચરખી સહિત નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે