છાણી જકાતનાકા પાસે વસુ પાર્કમાં દંપત્તિના ભેદી આપઘાતના મામલે મોટો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીએ પતિને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.હત્યા બાદ પત્નીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિનો નગ્ન હાલતમાં મૃતદેહ નીચે પડ્યો હતો જ્યારે પત્ની ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.પીએમ રિપોર્ટમા પતિનું ગળું દબાવવાથી અને પત્ની ને ટૂંપો આવવાથી મોતનો ખુલાસો છે.બહાર જમવા,ફરવા જવા જેવી બાબતે પત્ની વારંવાર પતિ સાથે ઝઘડા કરતી હતી.