અમદાવાદ બાદ હવે વડોદરાની શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર ની ઘટના સામે આવી છે.વાઘોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની પોદ્દાર સ્કૂલમાં તકરાર થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.અગમ્ય કારણોસર બે વિદ્યાર્થીઓ ક્લાસરૂમ માં બાખડી પડ્યા હતા.ત્યારે આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે છે.આ મારામારી બાદ એક વિદ્યાર્થી અજીબોગરીબ હરકત કરતો નજરે ચડ્યો હતો.