થરાદના ભોરોલ ગામના રહીશોએ પ્રાંત કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. ગામમાં આવેલા તળાવની પાળ તોડવાના નિર્ણયનો વિરોધ કરતા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.ગ્રામજનોની માંગણી છે કે તળાવની પાળને બદલે પડતર જમીનમાં પાણીનો નિકાલ કરવામાં આવે. તાજેતરના પૂરના કારણે ગામમાં અનેક ઘરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા લોકોને તેમના ખેતરોમાં આશરો લેવો પડ્યો છે.