મંત્રી રાઘવજી પટેલે સરહદી વિસ્તાર વાવ તાલુકાના ભાટવર અને સુઈગામ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેતરોની વિઝિટ કરીને સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની પડખે ઊભી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારના ખેડૂતોની ચિંતા કરીને તમામ પ્રકારની સહાય ચૂકવવા જણાવ્યું છે.