ગાંધીધામ મનપામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરબાનીએ સોમવારે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે તેમણે તેમણે જણાવ્યું હતું કે,ગાંધીધામ શહેરના લોકોના પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહેશે.સૌપ્રથમ શહેર સ્વચ્છ કેવી રીતે બની શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.જે અનુસંધાને ગતરોજ કમિશનર મનીષ ગુરબાનીની સુચના મુજબ ગાંધીધામ મનપા વિસ્તારમા સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે,તે પ્રમાણે આદિપુરની બારવાડી શાક માર્કેટ ખાતે મોડી રાત સુધી સફાઈ કામગીરી કરાઈ હતી.