સિધ્ધપુરના ખળી ગામના ઠાકોર દશરથજી રત્નાજી ઉંમર 42 વર્ષ ગત રાત થી ગુમ થયેલ હતા. જેમનો આજે નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.સિધ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ આદરતા નદીમાં મૃતદેહ હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ડિઝાસ્ટર અને હોમગાર્ડના જવાનોની મદદથી બોડી બહાર કાઢવામાં આવી. સિધ્ધપુર હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહ બહાર કાઢ્યો હતો.