મહેસાણા મહાનગરપાલિકામાં 8 મહિના પહેલા સમાવેશ થયેલા 14 ગામોના મિલકતદારો માટે સારા સમાચાર છે આ ગામોના મકાન અને દુકાનના મિલકત વેરામાં માલિકી નામ ફેર કરવા માટેની 150 થી વધુ અરજીઓ નવા સોફ્ટવેરમાં ડેટા ઉપલબ્ધ ન હોવાથી અટકાયેલી હતી જે હવે મહાનગરપાલિકાના સોફ્ટવેરમાં તમામ ગામોની મિલકતોનો ડેટા ઉમેરી શકાશે.