ગોધરા શહેરમાં ગત રાતથી ભારે વરસાદ ચાલુ રહ્યો છે, જેના કારણે 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થયા છે, જેના કારણે જનજીવન અને ટ્રાફિક પ્રભાવિત થયો છે. સતત વરસાદથી જળાશયો અને તળાવોમાં પાણીની આવક વધી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ રહ્યો છે કારણ કે પાકોને જરૂરી તબક્કે પાણી મળી રહ્યું છે.