દશકોઈ તાલુકાના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામે અચાનક ઘટના બની હતી. સાબરમતી નદીમાં રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નદીમાં પૂરનું પાણી આવતા આશરે 30 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત બાકરોલ ગામના સાબરમતી નદી ભાઠામાં પહોંચી ગઈ....