30 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે વડનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એચ.એલ જોશીના અધ્યક્ષ સ્થાને આગામી ભાદરવી પૂનમ અને ઈદે મિલાદને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરી હિંદુ મુસ્લિમ આગેવાનોને શાંતિપૂર્વક ઉજવણી કરવા જણાવાયું છે. શાંતિ સમિતિનિ બેઠકમાં પીઆઈ જોશી,પીએસઆઈ ગહલાવત,પોલીસ સ્ટાફ,વડનગર શહેર તાલુકાના હિંદુ મુસ્લિમ આગેવાનો પણ હાજર રહ્યા હતા.