22 ઓગસ્ટના રોજ રાતે 8 કલાકે શહેરમાં ગાજવીજ સાથે વરષાદ શરૂં થઈ જતાં શહેર પાણી પાણી થયું હતું. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના જી.ઈ.બી રોડ અને મામલતદાર કચેરી પાસે પાણી ભરાય જતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી. બફારા વચ્ચે વરસાદ શરૂં થતાં વાતાવરણ ઠંડુગાર બનવા પામ્યું છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે . આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે પણ વરસાદ ફરી શરૂં થવા પામ્યો છે.