ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં જ્યારે વોટ ચોર ગાદી છોડના મુદ્દે રાહુલ ગાંધીને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે ત્યારે આગામી તા. 31ને રવિવારના રોજ બપોરે 3 કલાકે અમદાવાદ ખાતે વોટ ચોર ગાદી છોડ મુદ્દે જંગી વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.