બીલીમોરા પોલીસે POCSO એક્ટ હેઠળના ગંભીર ગુનામાં માત્ર ૧૦ દિવસમાં ઝડપી તપાસ પૂર્ણ કરી આરોપી વિરુદ્ધ ૨૫૦ પાનાની દળદાર ચાર્જશીટ વિશેષ સેશન્સ કોર્ટ નવસારી ખાતે રજુ કરી છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નોંધાયેલા આ કેસમાં ૧૫ વર્ષીય પીડિતાને વારંવાર બળાત્કાર કરીને ૭ મહિનાની ગર્ભાવસ્થામાં મૃત બાળકીનો જન્મ કરાવ્યો હતો. તપાસ દરમિયાન FSL સુરત દ્વારા પીડિતાની બાળકી અને આરોપી સદ્દામહુસેન રમજાન સલમાનીનું DNA પરીક્ષણ મેળ ખાતું સાબિત થયું.