ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં નાની મોલડી પોલીસ સ્ટેશન પીઆઈ એન.એસ.પરમાર અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી કે ધારેઈ ગામે રાજુભાઈ સોમાભાઈ કુકડીયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેના આધારે રેડ કરી રાજુભાઈ સોમાભાઈ કુકડીયા, હરેશ દેવશીભાઈ નાગાણી, બેચર જહાભાઈ બાવળીયા, મુકેશ ગોવિંદભાઈ જાડા, ગૌતમભાઈ રણછોડભાઈ ગોહિલ જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા 22,100 મુદ્દામાલ જપ્ત કરી જુગાર અંગેનો ગુનો નોંધાયો હતો.