ગાંધીનગર જિલ્લામાં વરસાદ અને સાબરમતી નદીમાં વધતા જળસ્તર વચ્ચે પણ ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તર તંત્રની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી 1.60 કરોડની કિંમતના 4 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે વડસડથી ઓગણજ સર્કલ ખાતેથી ડમ્પર (નંબરGJ-02-AT-8850) માં રોયલ્ટી પાસ વગર રેતીનું વહન થતું હોવાનું ચેકીંગ દરમ્યાન સામે આવ્યું હતું.