કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતા અજયભાઈ શાંતુભાઈ ગાઈનના નિવાસ્થાને પાળવામાં આવેલ શ્વાન ઉપર જંગલી પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જોકે શ્વાન પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો, અને ભસવા લાગ્યો હતો, જોકે ઘરનો મોભી રાત્રી દરમિયાન સુતા હતો, પરંતુ અવાજ સાંભળી તાત્કાલિક ઉઠી, આજુબાજુ નજર કરતાં, જંગલી પ્રાણીને વાઘ તરીકેની ઓળખ કરી હતી, જોકે વહેલી સવારે આજુબાજુ વિસ્તારમાં નજર કરતાં, મોટા મોટા પગના પંજા પડ્યા હતા, જેથી સ્થાનિકોએ વાઘ હોવાનું અનુમાન લગાવ્યું.