જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગને 3 વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યા છે.મેયર ધર્મેશ પોશિયાએ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટને આ વેન્ટિલેટર સોંપ્યા.હોસ્પિટલમાં અત્યાર સુધી 4 વેન્ટિલેટર હતા, નવા 3 ઉમાતા હવે નાના બાળકો તેમજ નવજાત શિશુઓની સારવાર વધુ સારી રીતે થઈ શકશે.શ્વાસની તકલીફ ધરાવતા અતિ ગંભીર બાળકોને ખાસ ફાયદો થશે.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત ઉપસ્થિત રહ્યાં