સુરત જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. મહુવા અને ઉમરપાડા તાલુકામાં કુલ ચાર વ્યકિ્તઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ પૈકી બે વ્યકિ્તઓનો બચાવ કરવામાં આવ્યો છે.કાછલ ગામની ખાડીમાં ત્રણ યુવાનો ગણેશ વિસર્જન માટે ગયા હતા. ત્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા. જ્યારે 37 વર્ષીય ચેતન ચૌધરીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.| બારડોલી ફાયર વિભાગની ટીમ તેમની શોધખોળ કરી રહી છે.