ભારે વરસાદના કારણે અંજારના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને તેમનો સ્ટાફ ગ્રામજનોની મદદ માટે સતર્કતાથી કામ કરી રહ્યા છે. લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ સંભવિત જોખમને ટાળવા માટે પોલીસ કર્મીઓ સ્થાનિક લોકોના સહયોગથી ખડે પગે સેવા આપી રહ્યા છે. આ પગલાંથી સ્થાનિકોને ભારે વરસાદની પરિસ્થિતિમાં મોટી રાહત મળી રહી છે.