This browser does not support the video element.
અંજાર: પોલીસે ઓમનગર વિસ્તારમાં વરસામેડીની જમીનકાંડનો મુખ્ય આરોપી અસામાજીક ગુડાં તત્વ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી
Anjar, Kutch | Sep 2, 2025
અંજાર પોલીસને માહિતી મળી હતી કે મિલકત,શરીર અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સામેલ વરસામેડી જમીન કાંડનો આરોપી દિનમામદ કાસમભાઈ રાયમાના ગુલાબ મિલ પાસેના ઓફિસ/મકાનમાં ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે.માહિતીના આધારે આજે અંજાર પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી વીજળીના સાધનોની યાદી બનાવી હતી.આ કાર્યવાહીના ભાગરૂપે દિનમામદ રાયમાને 3,50,000નો વીજ દંડ ફટકારવામાં આવ્યો છે.