અંબાજી મંદિર ખાતે આજરોજ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી ભાદરવી પૂનમના મહામેળા બાદ મંદિરને સ્વચ્છ અને પવિત્ર કરવા માટે દર વર્ષે પરંપરાગત રીતે આ પ્રક્ષાલન કરવામાં આવે છે અમદાવાદના સોની પરિવાર દ્વારા માતાજીના આભૂષણો ઘરેણા વસ્ત્રો પૂજાના સાધનો વગેરેને સાફ-સફાઈ કરી પવિત્ર કરવામાં આવે છે અને સંપૂર્ણ મંદિરને સાફ-સફાઈ કરી પવિત્ર કરવામાં આવે છે આ અંગે મંદિરના વહીવટદાર ની પ્રતિક્રિયા આવી