મહિધરપુરાની દાળિયા શેરીમાં આવેલા, સુરતના સૌથી જૂના અને ધનાઢ્ય ગણપતિ તરીકે જાણીતા શ્રીજીની ભવ્ય શોભાયાત્રા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે, 25 કિલો સોના અને ચાંદીના ઘરેણાં તેમજ 1.50 લાખ અમેરિકન ડાયમન્ડથી સુશોભિત પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.દાળિયા શેરી, જે પરંપરાગત હીરા બજાર માટે જાણીતું છે, ત્યાં બિરાજમાન આ ગણેશજી સમગ્ર ગુજરાતમાં તેમની ભવ્યતા માટે પ્રખ્યાત છે.વર્ષ 1972થી અહીં ગણેશજીની સ્થાપના થાય છે.