આજરોજ તા. 10/09/2025 નાં રોજ સવારે 3 વાગ્યાની આસપાસ ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલી શ્રી સી. વી. મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલયની પાછળ પાર્ક કરેલ એક ટ્રક કન્ટેઈનર ઉપર સુઈ રહેલ એક યુવક પેશાબ કરવા ઉભો થતાં ટ્રક કન્ટેઈનર ઉપરથી પસાર થતો વીજ વાયર તેના માથાને અડી જતા તેનું વીજ કરંટ લાગવાથી મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.