રાજકોટ: હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ દંડની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. જોકે, આ કડક કાર્યવાહીની સાથે પોલીસે એક સકારાત્મક અભિગમ અપનાવીને હેલ્મેટ પહેરનારા વાહનચાલકોનું ગુલાબ આપીને સન્માન કર્યું હતું.ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર હેલ્મેટ પહેરીને જતા લોકોને રોકીને તેમને ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું.