મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, હરેશ બોપલિયા, સંદીપ કુંડારિયા, અજય મારવાનીયા સહિતના દ્વારા આજરોજ શુક્રવારે મોરબીના નવા નિયુક્ત પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાથે સૌજન્ય મુલાકાત યોજી અને તેમનું હાર્દિક સ્વાગત કરી મોરબી શહેર તેમજ સીરામીક ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી તમામનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી..