પાટણ જીલ્લામાં ભુકંપના જોખમની સંવેદનશીલતાને અનુલક્ષીને જીલ્લા કલેકટર શ્રી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે જૈન મંદીર શંખેશ્વર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું.કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ સંપૂર્ણ રીતે રોકી શકાતી નથી, પરંતુ પૂર્વ તૈયારી અને સતર્કતાથી આપત્તિથી થનારા જાનમાલના નુકસાનમાં ઘટાડો ચોક્કસ કરી શકાય એવા સરકારશ્રીના પૂર્વ તૈયારીના અભિગમને અનુલક્ષીને આ મોકડ્રીલનુ આયોજન કરાયું હતુ