ગોધરાના કનેલાવ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે 69મી SGFI રાજ્યકક્ષા અંડર-17 છોકરા-છોકરી ચેસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જિલ્લા રમતગમત અધિકારીના સંયુક્ત આયોજન હેઠળ આ સ્પર્ધા 27 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે ઉદ્ઘાટન કર્યું. જિલ્લા રમત અધિકારી મયુરિબા ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓના