વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે ખુશીના સમાચાર છે. ગામની સીમમાં આવેલું, આશરે ૩૦ એકરમાં ફેલાયેલું અને ૩૦ ફૂટ ઊંડું તળાવ આખરે ઓવરફ્લો થયું છે. ભારે વરસાદના કારણે તળાવમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.