ઉમરગામ ખાતે નગરપાલિકાના કારભાર સામે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગો પર પડી રહેલા ખાડા અને નગરપાલિકાના બેદરકાર વલણને લઇ કોંગ્રેસ કાર્યકરો મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસે રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા અને મુખ્ય માર્ગ પર આવેલા મોટા ખાડામાં બેસી પૂજા કરીને વિરોધ નોંધાવ્યો હતો.